ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસ્થ સત્ર પેટા ચૂંટણીઓ – ૨૦૨૫ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. જેથી હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાના કારણોસર આગામી મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની આગામી બેઠકની તારીખ મુકરર થયે જાણ કરવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવા મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.
 
 
 
 
 
 
 


 
             
		




