મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની ગ્રુપ- ડી (લેવલ -૧) ની પરીક્ષા માટે વિનામૂલ્યે મોક ટેસ્ટ -૨ યોજાશે

મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની ગ્રુપ- ડી (લેવલ -૧) ની તાજેતરમાં જાહેરાત બહાર પડેલ હતી તેના અનુસંધાને મોરબી જિલ્લામાં જે લોકોએ ઓનલાઇન અરજી કરી હોય તેવા ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ થાય તેવા શુદ્ધ હેતુથી વિનામૂલ્યે મોક ટેસ્ટ -૨ લેવા માટેનું આયોજન કરેલ છે

તા.૨૯ /૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ લેવાનું આયોજન કરેલ હોય, જે ઉમેદવારો મોક ટેસ્ટ-૨ આપવા માંગતા હોય તેઓએ જિલ્લા પંચાયત મોરબીની સાઈટ ઉપર જઈ વિના મૂલ્યે ઓનલાઈન રજીસ્ટ્રેશન https://morbidp.gujarat.gov.in/gu/news-details/1068 કરવા જણાવવામાં આવે છે. જેથી મોક ટેસ્ટ માટેનું જરૂરી આયોજન થઈ શકે.