રોટરીગ્રામ , અમરનગર, શક્તિનગર ત્રણેય શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના અધ્યક્ષતામાં અમરનગર પ્રા.શાળા પરિસરમાં યોજવામાં આવેલ નવા પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા માં પ્રવેશ કરાવ્યો હતો, તેમજ બાહ્ય પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા. દરેક ધોરણમાં ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી એ દીકરીઓના શિક્ષણ બાબતે વાલીઓ ને ખાસ ટકોર કરતા જણાવ્યું કે દીકરી ગામમાં અભ્યાસ હોય ત્યાં સુધી ભણે છે પછી બહાર ભણવા જવાનું થાય ત્યારે અભ્યાસ છોડી દીએ છે. તે બાબતે દરેક વાલી જાગૃત બની આગળ દિકરીને ભણાવશે. આભારવિધિ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળા ના આચાર્ય મણિલાલ વી.સરડવા એ કરી હતી. એસ.એમ.સી. સમિતિની મિટિંગમાં જાણકારી મેળવી હતી.છેલ્લે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ત્રણેય શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.