મોરબી જિલ્લામાં બાંધકામને મંજૂરી આપવા માટે જે નવા પરિપત્ર અમલમાં આવ્યો છે. તેને લીધે હાલાકી પડી રહી હોય પરિપત્ર રદ કરવાની માંગ સાથે મોરબી જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને રજુઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામની મંજુરી બાબતે સંદર્ભ ૧ થી ૩ થી કાર્યલય આદેશના કારણોસર મોરબી જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએથી બાંધકામ મંજુરી આપવા માટે ખુબજ મુશ્કેલીઓ પડી રહી છે અથવા આપી શકાતી નથી. આ બાબતની રજૂઆતો મોરબી જીલ્લામાં ચૂટાયેલ પ્રતિનીધિઓને ખુબજ બહોળા પ્રમાણમાં રૂબરૂમાં મળી રહી છે. મોરબી જીલ્લાનો વિકાસ પણ રૂધાઇ રહ્યો છે આથી ત્રણ પરિપત્ર તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ છે.





