“આપત્તિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પ્લાનિંગ- ટ્રેનિંગ ખૂબ જરૂરી”: “ભૂતકાળની આપત્તિમાં કરેલ રાહત બચાવથી શ્રેષ્ઠ કામગીરી સંભવિત આપદામાં થવું જોઈએ” : NDMA ના જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સુર્યપ્રકાશ પાંડે
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી.





આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહોમાં અકસ્માતો, ગેસ લીકેજ વગેરે જેવી સંભવિત આપત્તિના સમયમા આફતગ્રસ્તો માટે રાહત બચાવની કામગીરી, તે માટેનું જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની કમિટીના ડિઝાસ્ટર પ્લાન અને તેની કામગીરીની રજૂઆત કરી હતી. આફતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી એવી ઈમરજન્સી ઓપરેશન, આપતીમાં પબ્લિક અવરનેશ માટે કરાતી મોકડ્રીલ, અસરગ્રસ્તો માટેના આશ્રયગૃહો, એમ્બ્યુલન્સ, અસરગ્રસ્તો માટે હોસ્પિટલોમાં બેડની ક્ષમતા, પબ્લિક મેસેજ સિસ્ટમ, આપદા મિત્રો વગેરે વિશેની માહિતી રજૂ કરી હતી.
આ તકે કલેક્ટર કે. બી. ઝવેરીએ મોરબી જિલ્લાની ભૌગોલિક, ઔદ્યોગિક અને માળખાગત પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. તેમજ જિલ્લામાં આવેલી આપત્તિ જેવી કે મચ્છુ ડેમ હોનારત, પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહમાં અકસ્માતો, ગેસ લીકેજ, ઝુલતા પુલ વગેરે આપત્તિ વિશે માહિતી આપી હતી.
નેશનલ ડિઝાસ્ટર ટીમના સુર્યપ્રકાશ પાંડેએ વિવિધ આપદામાં લેવાની તકેદારી તથા ભૂતકાળની આપત્તિમાથીં લેવાના પાઠ વિશે સમીક્ષા કરી હતી. તેઓએ સંભવિત આપત્તિની જાણકારી આપતી ભારત સરકારની “સચેત એપ”નો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેઓએ સ્ટેટ સ્કૂલ સેફ્ટી પ્રોગ્રામની જાણકારી મેળવી હતી. પૂરની પરિસ્થિતિ સર્જાઇ તેવા ગામોમાં બોટ, લાઈફ જેકેટ વગેરેની સગવડો ઉપલબ્ધ રાખવા તથા આપદામાં વિવિધ કોમ્યુનિકેશન સિસ્ટમનો મહતમ ઉપયોગ કરવા જણાવાયું હતું.
આ બેઠકમાં NDMAની ટીમના શ્રીમતી શ્રીતામા સામંતા ઉપસચિવ, કમાંડન્ટ આદિત્ય કુમાર કન્સલ્ટન્ટ (એમઈ-આઈઆરએસ એન્ડ કોસ્ટલ રિજીયન), Joint Advisor (CBT),NDMA, શ્રી રાજેશ પટેલ, સિનિયર કન્સલ્ટન્ટ, GSDMA, અંકિતા પરમાર, નિયામક, GSDMA મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરે, પોલિસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ડીઆરડીએ નિયામક નવલદાન ગઠવી સહિતના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
