નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન માં હંમેશા સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, તથા રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવાતા હોય છે. તેવી જ રીતે ગુરૂપૂર્ણિમા ની ઉજવણી પણ ધામધૂમ થી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમજ નવયુગ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સાહિત્યકાર રાજુભાઈ આહીર નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તેઓ માનનીય કાંજીયા સર ના શિષ્ય છે. તેમને વિધાર્થીઓ ને સાહિત્ય રસ, હાસ્યરસ તેમજ ગુરુરસ થી તરબોર કર્યા હતા. આમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રેસિડેન્ટ કાંજીયા સર તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા અને તમામ વિભાગના વડાની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયો હતો.