શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ, લક્ષ્મીનગર, મોરબી (AICTE, ન્યુ દિલ્હી મંજૂર અને GTU, અમદાવાદ સંલગ્ન)
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ, લક્ષ્મીનગર, મોરબી ખાતે મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.





આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી પ્રસાદભાઈ ગોરીયા ઉપસ્થિત રહ્યા, જે આતેજ ગ્રુપ ઓફ કોલેજીસના ચેરમેન છે.
સાથે જ ડૉ. રમેશ કૈલા, મિલનભાઈ વ્યાસ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિરેન મહેતા, એમસીએ ડિપાર્ટમેન્ટના એચઓડી પ્રો. નિખિલ દવે, જીટીયુ કોઓર્ડિનેટર પ્રો.મેહુલ વાળા, પ્રો.ચંદ્રેશ પોપટ, અને પ્રો. અઘેરાએ પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને વિદ્યા દેવીની વંદના સાથે કરવામાં આવી હતી. તમામ અધ્યક્ષગણ અને પ્રોફેસર્સે વિદ્યાર્થીઓને સંસ્થાની શૈક્ષણિક ઉન્નતિ, અભ્યાસક્રમો, અને ભવિષ્યની તકોથી અવગત કરાવ્યા હતા. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને કારકિર્દી માટે વિઝન વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ કોર્સ ઓફર કરવામાં આવે છે જેમ કે:
BBA, MBA, BCA, MCA, BHMS, BPT, BPHARM, DPHARM, Nursing (B.Sc., GNM, ANM), BED, LLB, B.Sc. Science વગેરે.
સંપર્ક માટે:
🌐 www.aryatej.co.in
📞 +91 95124 10070
📱 Instagram / Facebook
