વાંકાનેર નગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપીને ભારે વરસાદને કારણે રોડ પર પડેલા ખાડાઓનું રિપેરીંગ કરવામાં આવ્યું છે. વાંકાનેર શહેરી વિસ્તારમાં વિવેકાનંદ સ્ટેચ્યુથી આરોગ્યનગર ચોક તેમજ જીનપરા જકાતનાકાથી વાંઢાં લીમડા સુધીના રોડ પર પડેલા ખાડાઓનું GSB, WET MIX અને મોરમનો ઉપયોગ કરી બુરાણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
આ કામગીરીથી રોડની સ્થિતિમાં સુધારો થવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત અને સુલભ બનશે.





