મોરબી : “ऐक पेड माँ के नाम 2.0” અન્વયે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે

રફાળેશ્વર પાસે  વન કવચ વધારવાના હેતુ સાથે અંદાજિત ૩ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે

મોરબીમાં આગામી તા.૧૩/૦૭/૨૦૨૫ ના રોજ શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ મોરબી, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સદભાવના ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે “ऐक पेड माँ के नाम 2.0” અભિયાન અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત રફાળેશ્વર – જોધપર (નદી) રોડ, ભાણદેવજી આશ્રમની બાજુમાં, પટેલ છાત્રાલયની પાછળ, તા.જી. મોરબી ખાતે સાંજે ૦૪:૦૦ કલાકે આયોજીત કાર્યક્રમમાં નાગરિકો માતાના નામે એક વૃક્ષ રોપશે. જનમાનસમાં પર્યાવરણ જાગૃતિ લાવવા તથા વૃક્ષ આવરણ વધારવાના હેતુ સાથે અંદાજિત ૩ હજાર વૃક્ષોનું વાવેતર કરાશે.

ગામના અને આસપાસના વિસ્તારના અતિથિઓ, નાગરિકો, ધાર્મિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, વિવિધ NGO તથા વિદ્યાર્થીઓની સહભાગીતા સાથે સદભાવના પૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવશે.

કાર્યક્રમમાં અનેક સમાજસેવકો, પદાધિકારીઓ અને આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે.

આ કાર્યક્રમમાં સર્વ નાગરિકોને સમયસર હાજર રહી પર્યાવરણસ્નેહી કાર્યમાં સહભાગી બનવા સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે.