મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ ના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ ૧૧-જુલાઈ ૨૦૨૫ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કરવામાં આવી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે.શ્રીવાસ્તવ જણાવ્યું કે વિશ્વ વસ્ત્તી દિવસ ના ઉજવણી નું આ વર્ષ નું સૂત્ર “મા બનવાની ઉમર એ જ જયારે શરીર અને મન તૈયાર હોય”ને સાકાર કરવામાટે જનસમુદાયમાં તારીખ ૧૧-જુલાઈ થી ૧૮-જુલાઈ સુધી લક્ષિત દંપતિ નો સંપર્ક કરી જન સંખ્યામાં સ્થિરતા લાવવા માટે કુટુંબ નિયોજનની બિન કાયમી અને કાયમી પદ્ધતિઓ વિષે માહિતગાર કરવામાં આવશે અને કુટુંબ નિયોજનની સેવાઓ લેવા માટે મોટીવેટ કરવામાં આવશે.
આ ઉજવણી અંતર્ગત ગુરુ શિબિર,લઘુ શિબિર,પ્રદર્શન,માઈક પ્રચાર, રેલી, બેનર, પત્રિકા વિતરણ,સાસુ-વહુ મીટીંગ,નવ દંપતિ ની મીટીંગ તેમજ ઘરે-ઘરે લક્ષિત દંપતી નો સંપર્ક કરવામાં આવશે.
આ ઝુંબેશ દરમ્યાન લોકોમાં વધતી જતી વસ્તી ને લીધે થતા પ્રશ્નો અંગે જાણકારી આપવામાં આવશે.લગ્ન બાદ તરત જ પ્રથમ બાળક નહિ, બે બાળકના જન્મ બાદ ઓછામાં ઓછો ત્રણ વર્ષ નો સમયગાળો રાખવો અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાનું કુટુંબ સહિતની બાબતે માર્ગદર્શન આપવામાં આવશે.

