ટંકારા લતીપર હાઇવે પર ફુલઝર નદી પરના માઇનર બ્રીજનું નિરીક્ષણ કરતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર

કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકીએ મોરબી અને જામનગર જિલ્લાને જોડતા બ્રિજનું નિરીક્ષણ કરી વાહન વ્યવહારની સલામતી સુનિશ્ચિત કરી

ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઇનર બ્રીજનું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેરશ્રી દિગ્વિજય સોલંકીએ નિરીક્ષણ કર્યું હતું.

મોરબી અને જામનગર એમ બે જિલ્લાને જોડતો આ માર્ગ ટંકારા લતીપર ધ્રોલ સહિતના શહેરો સાથે જોડાયેલો છે. ત્યારે આ રોડ પર આવેલ ફુલઝર નદી પરના બ્રિજનું હાલ જ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે. જે બ્રિજનું નિરીક્ષણ કરી કાર્યપાલક ઇજનેરીશ્રીએ વાહન વ્યવહારની સલામતી સુનિશ્ચિત કરી હતી.

આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશ અનુસાર ટંકારા લતીપર રોડ પર આવેલ આ માઈનર બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે. ગત જુનમાં આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે, જે બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂપે નિરીક્ષણ કરવામાં આવ્યું છે.