સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશન હેઠળ રાજ્ય સરકારે ખાસ માર્ગ સમારકામ અભિયાન હાથ ધર્યું છે.
ત્યારે મોરબી શહેરી વિસ્તારમાં કેનાલ રોડ પર ચાલી રહેલી રસ્તા સમારકામ તથા રાજેશ સાયકલ વાળી શેરી પાણીની પાઈપ લાઈન સંલગ્ન ચાલી રહેલી કામગીરીનું મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.





