મોરબી : SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્યતાથી ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

મોરબી : SMVS સંસ્થા દ્વારા ગુજરાતના ૧૧ જેટલા મોટા શહેરોમાં ગુરુપૂર્ણિમા નીમીતે પ્રતિક ઉત્સવ ઉજવાય રહ્યા છે જેમાં SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરબી ખાતે તા:- ૧૪/૦૭/૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૫:૦૦ થી ૧૦:૦૦ દિવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવામાં આવ્યો હતો.

ગુરુપૂર્ણિમા ઉત્સવ અવસરે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ અને વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીનું અવની ચોકડીથી ભવ્ય સામૈયું રાખવામાં આવ્યું હતું ત્યારબાદ SMVS નુતન મંદિર ખાતે વ્હાલા ગુરુજી દ્વારા ઘનશ્યામ મહાપ્રભુની દિવ્ય આરતી કરવામાં આવી હતી. તથા SMVS મંદિર ખાતે હરિભક્તોને વ્હાલા ગુરુજીના નિકટ દર્શન, તથા વિશિષ્ટ છાબડી, વિશિષ્ટ હારથી દિવ્યભાવે પૂજન કરવાનો અને આશીર્વાદનો લાભ મળ્યો હતો. દર્શન પૂજન બાદ વ્હાલા ગુરુજીએ આશીર્વાદની હેલી વારસાવી ૫૦૦૦ જેટલા હરિભક્તોને આત્યંતિક કલ્યાણના આશીર્વાદ આપ્યા હતા અને સુખિયા કાર્ય હતા.