મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામની ખેડૂત પિતાની પુત્રી ક્રિષ્ના શૈલેષભાઈ કોરિંગા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને પેટા હિસાબનીશ /સબ ઓડિટર તરીકે પસંદગી પામેલ છે.
તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર હમીરપર ગામ ગૌરવ અનુભવી રહ્યું છે. તેમની આ સફળતા અન્ય દીકરીઓને પ્રેરણા રૂપ હોય ચોમેરથી ક્રિષ્નાને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.





