નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન માં FDP અંતર્ગત તા. ૧૯-૦૭-૨૦૨૫ શનિવારના રોજ પહેલા સેશન માં પ્રો. ડો. પ્રેરણા બૂચ એ ઉપસ્થિતિ આપી હતી. તેઓ હાલ K.S.N. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ માં ફરજ બજાવી રહ્યા છે. તેમને આજે બધાજ ફેકલ્ટી ને Professonal Etiquette વિશે માહિતી આપી હતી. તેમને પોતાના વકતવ્ય માં કઈ રીતે સારા મેનર્સ કેળવી શકાય અને તેનાથી આપણા અંગત જીવન માં શું ફાયદો થાય તેમજ વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે વર્તવું, કઈ રીતે એ આપણને સરળતા થી સમજી શકે, આપણે માત્ર એક જ નથી પણ આપણે ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છીએ, વગેરે જેવી ખૂબ જ જરૂરી વાતો શીખવી હતી.
આ પ્રોગ્રામ નાં બીજા સેશન માં ડો. અર્જુન દવે ઉપસ્થિત રહ્યાં હતા. તેમને બધા જ પ્રોફેસર ને NEP – 2020 વિશે માહિતી આપી હતી. તેનું બંધારણ કઈ રીતે થયું, તે આપણને કઈ રીતે ઉપયોગી છે, અને આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ. તેમજ તેમને બધા ને સમજાવ્યું કે કોઈ પણ કોઈ ને શીખવી શકતા નથી શીખવાનું કામ જાતે કરવું પડે છે. અને એ પ્રોસેસ માં આપણાથી વિદ્યાર્થીઓ ને કઈ રીતે ઉપયોગી થવાય, Bloom Taxonomy ની જરૂરી માહિતી પણ આપી તેમજ મેન્ટરીંગ, ઓરિએન્ટેશન અને એસેસમેન્ટ વિશે પણ ખૂબ ઊંડાણ પૂર્વક સમજાવ્યું.
સંપૂર્ણ કાર્યક્ર્મ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ પી. ડી. કાંજીયા ના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે, ઉપયોગી નીવડે એ રીતે પૂર્ણ થયો હતો.





