મહેન્દ્રનગર ગામના વિદ્યાર્થીઓ દ્વારા સવારે રસ્તા રોકો આંદોલન કરી અને પોતાની માગણી રજૂ કરવામાં આવેલ હતી આ સમયે વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે થઈ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રભારી પંકજભાઈ રાણસરિયા ત્યાં પહોંચેલ હતા અને વિદ્યાર્થીઓના કહેવા મુજબ આસિસ્ટન્ટ ડેપો મેનેજર ને ત્યાં રૂબરૂ બોલાવી લેખિતમાં બાંહેધારી લેવામાં આવેલ હતી
ત્યારબાદ મોરબી જિલ્લાના જેટલા પણ વિદ્યાર્થીઓ ગામડેથી અપડાઉન કરતા હોય તેમના માટે થઈ અને અલગ અલગ ગામની જેટલી પણ સમસ્યાઓ હોય તેમનું નિવારણ કરવા માટે થઈને લેખિતમાં આપીને ડેપો મેનેજર સાથે મીટીંગ ગોઠવી અને ત્વરિત ધોરણે તમામ નિવારણો થાય એવી માંગ કરવામાં આવી આ સમયે જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ , જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતિયા હાજર રહિયા હતા.





