મોરબી જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા સુચારૂ સંકલન સાધી પ્રજા હિતમા રસ્તા રીપેરીંગની ગુણવત્તાયુક કામગીરી હાથ ધરાઇ છે તદુપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ મોરબી જિલ્લાના નેશનલ હાઈવે ૨૭ કે જે વાંકાનેરથી માળીયા રોડ છે ત્યાં રોડ રસ્તા રીપેરીંગની ગુણવત્તાયુક કામગીરી હાથ ધરાઇ હતી.
આ નેશનલ હાઇવેના ધવલ પટણીએ જણાવ્યા મુજબ બામણબોર – ગારામોર – સામખીયાળી ના નેશનલ હાઇવે ઉપર હાલ ચોમાસાના ઋતુને ધ્યાનમાં રાખી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ, રોડ ઉપરના ફર્નિચરની સફાઈ, રોડ રીપેરીંગ સહિતની કામગીરી વહીવટી તંત્રના સંકલનમાં રહીને કરવામાં આવી હતી. આ રોડ ઉપર માર્ગ સલામતિ જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી સરાહનીય કામગીરી કરાઈ હતી.





