મોરબી બીઆરસી સીઆરસીની જૂની ટીમનું સ્નેહ મિલન યોજાયું

મોરબી : મોરબી બીઆરસી, સીઆરસીની જૂની ટીમનું સ્નેહ મિલનનું આયોજન પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે કરવામાં આવ્યું હતું. મોરબી સૌ ભણે, સૌ આગળ વધેના ધ્યેય સૂત્ર સાથે વર્ષ 2001/02માં સમગ્ર શિક્ષા અભિયાનની શુભ શરૂઆત થયેલ હતી, એ સમયે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રતિનિયુક્તિથી સીઆરસી, બીઆરસી તરીકે નિમણૂક આપવાની એસએસએ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.

જૂની ટીમે વર્ષ 2017 સુધી સમગ્ર શિક્ષા અભિયાનના અનેક કાર્યક્રમો જેવા કે, 20 દિવસીય શિક્ષક તાલીમ, એડપટ્સ, પ્રજ્ઞા અભિગમ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, જેન્ડર એજ્યુકેશન, કિશોરીમેળા, શાળા બહારના બાળકો માટે એસટીપી વર્ગો ચલાવવા, સાક્ષરતા અભિયાન દરમ્યાન 15 થી 35 વર્ષના નિરક્ષર માટે રાત્રી વર્ગો, એસટીપી વર્ગના બાળકો માટે વૉકેશનલ ટ્રેનિંગ વર્ગો, સમરકેમ્પ શાળા, સીઆરસી, બીઆરસી જિલ્લા કક્ષાના રમતોત્સવ, બાલમેળા, સાયન્સ સિટીની એક્સપોઝર વિઝીટ, આઈઈડી બાળકો માટે એસેસેમેન્ટ કેમ્પ, દિવ્યાંગ સર્ટી કાઢવા માટે કેમ્પ સાધન સહાય વિતરણ કેમ્પ, વર્ગખંડ અવલોકન NPGEL નેશનલ પ્રોગ્રામ ઓફ ગર્લ્સ એજ્યુકેશન ફોર એલિમેન્ટરી લેવલ, IED બાળકોના શિક્ષકોની ટ્રેનિંગ, IED બાળકો માટે રિસોર્સ રૂમ ચલાવવા, IED બાળકોનું સર્વે, પ્રવેશપાત્ર બાળકોનો સર્વે, શાળા બહારના બાળકોનો સર્વે, માઁ-બેટી સંમેલન, પુસ્તકમેળા, સેનિટેશન બાંધકામ, રૂમ બાંધકામ, વિવિધ સાહિત્ય વિતરણ, મોડ્યુલ નિર્માણ, પાઠ્યપુસ્તક લેખન CRG, DRG, SRG તરીકે તાલીમ લેવી આપવી, રિસોર્સ પર્સન, કી રિસોર્સ પર્સન તરીકેની કામગીરી, એસએમસીના તમામ સભ્યોની તાલીમ, સરપંચોની તાલીમ તમામ વિભાગોના અધિકારીઓ માટેની કર્મયોગી તાલીમ, ઈકો કલબ ટ્રેનિંગ, પપેટ શો ટ્રેનિંગ, મેનેજરીયલ ટ્રેનિંગ તેમજ રાષ્ટ્રીય તહેવારોની ગરિમામય ઉજવણી, વિવિધ સરકારી કાર્યક્રમોની કામગીરી રાત દિવસ જોયા વગર કરી હતી. બીઆરસી – મોરબીનું નામ રાજ્યકક્ષાએ રોશન કરવામાં જેમનો સિંહફાળો છે, એવી વર્ષ 2001-02 થી 2017 સુધી પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર તમામ સીઆરસી/બીઆરસી/MIS/BRPનું અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે સ્નેહમિલન યોજાયું હતું. જેમાંથી કેટલાક સેવા નિવૃત થઈ ગયા છે, જેમાંથી કેટલાક શિક્ષણ સેવા વર્ગ 2 કેટલાક HTAT મુખ્ય શિક્ષક,કેટલાક હજુ સીઆરસી કો.ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે, આ બધાએ સાથે મળી બીઆરસી – મોરબીના સુવર્ણકાળના સુંદર સંભારણા વાગોળ્યા હતા.