“રોજનું કામ રોજ કરો ને પરીક્ષામાં મોજ કરો” આ સુવાક્ય સાર્થક કરતા વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળા ના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત શિક્ષણ સાથે જીવન ઉપયોગી વાતો શીખવી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે. આ શિક્ષક બાળકોને જંકફૂડ બંધ કરવા પ્રેરે છે. તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાવે છે.સાથે પર્યાવરણ પ્રેમી હોય શાળા માં જન્મદિન નિમિતે વૃક્ષારોપણ કરી વન જાગૃતિ શીખવે છે.
આ શિક્ષક તેના વતન ટંકારા તાલુકા સાધુ સમાજ ના મહામંત્રી તથા ટ્રસ્ટી તરીકે ઉમદા કાર્ય કરે છે અને સમાજના રાહબર બને છે. શાળામાં બાળકોને નાસ્તો કરાવ્યો જેમાં વાંકાનેર ના BRC બાદી તેમેની CRC ટીમ પણ ઉપસ્થિત રહી.





