મોરબીના હળવદ તાલુકામાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારી બાબતે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, મોરબી, વાંકાનેર, ટંકારા અને માળીયામાં તાલુકાક કક્ષાએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરાશે, સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી કચેરીઓને સુશોભિત કરી રોશનીના શણગાર કરાશે

મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી બાબતે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ગ્રાઉન્ડ, ડાયસ પ્લાન, ધ્વજ પોલ, સ્ટેજ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, વૃક્ષારોપણ, સાફ-સફાઈ અને સ્વચ્છતા, મેડિકલ ટીમની વ્યવસ્થા સહિતની આનુસંગિક વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવનાર છે, જ્યાં દેશ ભક્તિતી તરબોળ સાંસ્કૃતિક કાર્યક્રનો રજૂ કરવામાં આવનાર છે. ઉપરાંત મોરબી, વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકાક કક્ષાએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને હળવદ ખાતે પૂર્વ સંધ્યાએ સરકારી કચેરીઓને સુશોભિત કરી રોશનીના શણગાર કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.