સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે, તેમજ બંને ગ્રુપમાં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પર વિજેતા થનાર બહેનોને શિલ્ડઆપી સન્માનિત કરવામાં આવશે, પોતાની સુજબુજ અનુસાર વેસ્ટ માંથી બેસ્ટ,યુનિક તેમજ હેન્ડમેડ રાખી બનાવનાર બહેનોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે.
વય પ્રમાણે સ્પર્ધામાં બે કેટેગરી ના ગ્રુપ રાખવામાં આવેલ છે, જુનિયર ગ્રુપમાં – 12 થી 20 વર્ષ અને સીનીઅર ગ્રુપમાં-21 થી 50 વર્ષના બહેનો ભાગ લઈ શકશે.





આયોજનની વિગતો: તારીખ – 03/08/25 (રવિવાર), સમય- સવારે 9 થી 12, રજિસ્ટ્રેશન ફી:- 100/- , સ્થળ- નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ – મોરબી
નોંધ:- સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો. નીલકંઠ વિદ્યાલય 99048 99095 તથા કાજલબેન આદ્રોજા 98795 32457
