મોરબીના વનાળિયા ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો

આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના વનાળિયા ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા હેઠળ આવતા વિસ્તાર ના 70 થી વધુ ઉંમરના બાકી રહેલ લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ કામગીરી માટે મેડિકલ ઓફિસર ડૉ.સંજય જીવાણી તેમજ એમ.પી.એચ.એસ શ્રી કે કે કાલરીયા તેમજ એમ.પી.એચ. ડબલ્યુ, હિતેષભાઇ વાંક ,અશ્વિન ભાઈ ઝાલા, તેમજ આરોગ્ય સ્ટાફ જાગૃતિબેન, હીનાબેન અને ગામના લોકો દ્વારા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.