મોરબીમાં સરકારી જમીન પર દબાણ કોના આશીર્વાદથી ??

મોરબી જિલ્લામાં સરકાર પોતાની જમીન બચાવી શક્તિ નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લામાં મોટા ભાગે સરકારી દબાણો જોવા મળે છે પણ તેની સામે કાર્યવાહી કોણ કરે તે એક મોટો પ્રશ્ન છે ? સરકારી જમીન પર જેટલો કબ્જો છે તે તમામ જમીન સોનાના ભાવ જેવી મોંઘી છે દિવસને દિવસે તે જમીનના ભાવ વધવામાં છે

મોરબી શહેરમાં અનેક વિસ્તારોએ સરકારી જમીન પર દબાણો હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું જેમાં મોરબીના પોસ વિસ્તાર ગણાતો એવા સનાળા રોડ પર કોમ્પલેક્ષ ખડકી દેવામાં આવ્યું છે તે બાબતે જાગૃત નાગરિકને મુખ્યમંત્રી સુધી જવું પડ્યું ત્યાર બાદ અધિકરાઓએ કામ શરુ કર્યું છે હાલ સરકારી જમીન પર દબાણ છે અને કોમ્પલેક્ષ પણ છે

આ બાબતે અધિકારીઓ એક બીજા ને ખો આપી રહ્યા છે મળતી માહિતી મુજબ આ જમીન પ્રકરણમાં પ્રથમ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી પણ સ્થાનિક તંત્રને સરકારી જમીન બચવામાં કોઈ રસ ના હોય તેવું લાગતા અરજદારએ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી ત્યાર બાદ સ્થાનિક તંત્રએ તપાસ હાથ ધરી જેમાં પણ તેઓ ખો આપવા લાગ્યા જિલ્લા પંચાયત કહે આ જમીન અમારામાં ના આવે આ મહાનગરપાલિકા માં આવે છે મહાનગરપાલિકા કહે છે આ જમીન માર્ગ અને મકાન વિભાગમાં આવે છે આમ એક બીજા તંત્ર ખો આપીને નીકળી રહ્યા છે

થોડા દિવસ પેલા કલેકટર દ્વારા એક હુકમ કરવામાં આવ્યો જેમાં એક કમિટી બનવાનું નક્કી કરવામાં આવ્યું છે તે કમિટી આજદિન સુધી બેઠી નથી અને અરજદાર હેરાન થઈ રહ્યા છે સરકારી જમીન બચવાની ને તંત્ર ને કઈ લાભ થતો નહિ હોય જેથી એક બીજા તંત્ર પર ખો-ખો ની રમત રમી રહ્યા છે !!

ભ્ર્ષ્ટાચાર વગર અધિકારીઓ કામ કરે છે તેવું સાર્થક ઉદાહરણ પૂરું પડશે ખરું ? જો પ્રમાણિક અધિકારીઓ હશે તો સરકારની જમીન વહેલી તકે સરકારને પરત મળશે જો નહિ મળે તો સમજી લેવું…કે સરકારને સરકારી જમીન પરત લેવામાં કોઈ લાભ નથી !!