દિલ્હી:- મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડીયા અને હરેશ બોપલિયાએ સંસદ ભવન દિલ્હી ખાતે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળીને GST દરમાં ઘટાડો કરવા બાબતે રજૂઆત કરી હતી,
રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા પણ તેમની સાથે હતા, જેમાં નાણામંત્રી સાથે મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ટાઇલ્સના વેચાણ પર લાગતા 18% GST માંથી 5% ટકા કરવા બાબતે સાંસદ પરસોતમ રૂપાલાએ નાણામંત્રી સીતારમણને GST બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા ને રજૂઆત કરી હતી, હાલમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદિમાં સપડાયો હોય ઉદ્યોગ માટે GST ઘટાડો ખાસ જરૂરી છે તે બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી જેમાં નાણામંત્રી દ્વારા પોઝિટિવ અભિગમ દાખવીને આગળની કાર્યવાહી માટે અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.





