ટંકારાની હિરાપર પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે બાળકોમાં મૂલ્ય ઘડતર થાય તેવી અવનવી પ્રવૃત્તિઓ થતી રહે છે.ત્યારે આગામી અઠવાડિયામાં આવતા રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ જેવા તહેવારોની ઊજવણી રૂપે વિદ્યાર્થીઓમાં સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો પ્રત્યે લાગણી અને ગર્વ ઉપજે તેમજ શાળા કક્ષાએથી જ બાળકોમાં દેશભક્તિનાં મૂલ્યો વિકસે તે માટે હિરાપર શાળાની ધોરણ પાંચથી આઠની વિદ્યાર્થીનીઓએ ટપાલ પર જવાનો માટે આભાર સંદેશ લખી તેમાં એક રાખડી મૂકી પોસ્ટ દ્વારા જવાનોને મોકલવામાં આવી હતી.
આ ઉપરાંત શાળામાં દેશભક્તિ થીમ ઉપર રાખડી સ્પર્ધા,રંગોળી સ્પર્ધા તેમજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.





