મોરબી જિલ્લાના ચિત્રમાં રસ ધરાવતા વિધાર્થીઓ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદની મુલાકાત લીધી

જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિસરના માર્ગદર્શન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ.મહેતાની પ્રેરણા તેમજ સમગ્ર શિક્ષા મોરબી અને જિલ્લાના બીઆરસી કો ઓર્ડીનેટર્સ દ્વારા મોરબી જિલ્લાની શાળાઓમાંથી ડ્રોઈંગમાં રસ ધરાવતા 50 જેટલા બાળકો અને 10 ટીચર્સ દ્વારા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન ની મુલાકાત કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સંસ્થા સમગ્ર એશિયામાં આ પ્રકારની પ્રથમ નંબરની ઇન્સ્ટિટયૂટ છે તેમ જ જર્મનીની Bauhaus બાદ વિશ્વની બીજા નંબરની આ ઇન્સ્ટિટયૂટ છે. ધોરણ 12 પછી ડિઝાઇન એપ્ટિટુડ ટેસ્ટ આપ્યા બાદ આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકાય છે.

જેમાં વિવિધ ૧૯ પ્રકારની વિદ્યા શાખાઓ છે. વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા ગાઈડેડ ટુર કરાવવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ,Industrial Design (ઉદ્યોગ ડિઝાઇન), Communication Design (સંચાર ડિઝાઇન), Textile, Apparel, Lifestyle & Accessory Design (ટેકસટાઇલ, કપડા, જીવનશૈલી અને એક્સેસરી ડિઝાઇન), Ceramic & Glass Design (સિરામિક અને ગ્લાસ ડિઝાઇન) IT Integrated (Experiential) Design (આઈટી ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન)
Interdisciplinary Design Studies (અંત:વિષયક ડિઝાઇન અભ્યાસ જેવા વિભાગો નો પ્રત્યક્ષ પરિચય મેળવ્યો. સિરામિક વિભાગના એચઓડી નીલીમા મેડમ સાથે પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓએ એનઆઇડીમાં પ્રવેશ માટેની માહિતી મેળવી.

થિયેટર ખંડમાં ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના નું વિડીયો પ્રેઝન્ટેશન બાળકોને બતાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓને આવી સંસ્થા મુલાકાત કરાવવા પાછળ નું ડી.ડી.ઓ સર નું ધ્યેય શું છે તેમજ ઇરેઝર થી લઈ ને સ્કૂલ બેગ, મોબાઈલ થી લઈને મશીન, કાપડ થી લઈને કાર સુધી,એમ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આજે નવા ઇનોવેશન ની બોલ બાલા છે અને જે દેશ ઇનોવેશન માં આગળ છે તેનું જ ઉજળું ભવિષ્ય છે જેવી પ્રેરણાદાયી વાતો પ્રોફેસર દ્વારા સમજાવવામાં આવી. તેમજ આ સંસ્થા દ્વારા તાજેતરમાં કરેલ મહિન્દ્રા ઇવી કાર બાબતનું સંશોધન તેમજ વિવિધ કંપનીઓના બનાવેલ પ્રતિષ્ઠિત લોગો, દર વર્ષે પદવીદાન સમારોહમાં આવતા રાષ્ટ્રપતિથી માંડીને વિવિધ ક્ષેત્રના ટોચના નિષ્ણાંતો દ્વારા કેવી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે તે સમજાવવામાં આવ્યું.

આ મુલાકાત ને અર્થ સભર, માહિતી સભર અને પ્રેરણાદાયી બનાવવા માટે સીઆરસી કો બાબુલાલ દેલવાડીયા, ચેતનભાઇ જાકાસણીયા, શિક્ષક પ્રશાંતભાઈ , હિતેશભાઈ , કમલેશભાઈ, વર્ષાબેન, કાજલબેન, રેખાબેન સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી તેવું આ વિઝીટના જિલ્લા નોડલ પ્રવીણભાઈ ભોરણીયા અને સહ નોડલ ચિરાગભાઈ આદ્રોજા અને મિલનભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.