મોરબી મહાનગરપાલિકાએ શહેરના વિવિધ સ્થળોએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ કર્યું
મોરબી જિલ્લામાં ઠેરઠેર સ્વતંત્રતાના પર્વ પર હર ઘર તિરંગા અભિયાનની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી શહેરની દીવાલો પર સુંદર વૉલ પેઇન્ટિંગ કરવામાં આવ્યુ છે. આ વોલ પેઇન્ટિંગ થકી મોરબી વાસીઓમાં દેશ પ્રેમ ભાવનાને વધુ પ્રેરિત કરવાનો સંદેશ પહોંચાડવાનો મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.





મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના વિવિધ જાહેર સ્થળોએ દીવાલો પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશ ભક્તિની થીમ પર ભીંત ચિત્રો થકી દેશ ભક્તિનો સંદેશ આપવા એક પહેલ કરી છે.
