સોમવારે : સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય મહા આરતી થશે

સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા મંદિરના મહંતશ્રીની યાદી જણાવે છે કે પવિત્ર શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજી ને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત ભાવિક ગજ્જર મોરબી ના પ્રખ્યાત કોહીનુર બેન્ડ સુરાવલી સંગીત ના તાલે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ છે .

આ વખત ની મહાઆરતી ત્રિવેદી એશોશીએટસ તરફ થી કેલાશ એર્પામેન્ટ ના રહેવાસી દ્વારા ઉતારવા માં આવશે આ મહાઆરતી નો લાભ લેવા મોરબી શહેર ભાજપ ના મહિલા મોરચા ના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને સિદ્ધએશ્વર મહાદેવ મંદિર ના મહંત પ્રવીણગીરી મહારાજ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે