મોરબી ગૌશાળા પ્રા શાળાના શિક્ષક સંજય બાપોદરિયાનું સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સન્માન
મોરબી જિલ્લાની ભૂમિ કવિ લેખકો માટે ખૂબ જ સમૃદ્ધ છે, મોરબી જિલ્લામાં ઘણા બધા શિક્ષકોએ પોતાની કલમથી સાહિત્ય સર્જન કર્યું છે, સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ બાળવાર્તા,બાળ કાવ્ય, બાળગીત સંગ્રહનું સર્જન કર્યું છે એ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર-મોરબી દ્વારા હળવદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫માં બાળસાહિત્ય ક્ષેત્રે દ્વિતીય પુરસ્કાર મેળવવા બદલ વ્યક્તિ વિશેષ તરીકે ગૌશાળા પ્રાથમિક શાળા-મોરબીના મદદનીશ શિક્ષક સંજયકુમાર બાપોદરિયાનું હળવદ – ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવતા મોરબીનું અને શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યું છે.





