મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા મહામંત્રીના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી બળવંતભાઈ મોહનભાઈ સનારીયાના 60માં જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના જવાહર સોસાયટી ખાતે આવેલ રચના વિદ્યાલયના બાળકોને શૈક્ષણિક કીટ અને પફ વિતરણ કરવામાં આવી હતી. તેમજ ફ્લોરા પાસે બાળકોને શૈક્ષણિક કિટ અને પફ વિતરણ કરાયા હતા. દરેક સમાજના બાળકોને શૈક્ષણિક મદદરૂપ થઈ વધુ અને વધુ બાળકોને શિક્ષણ મળે તેવી બળવંતભાઈ સનારીયાએ આશા વ્યક્ત કરી હતી.

આ જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણીમાં મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ગીરીરાજ ઝાલા, જયવંતસિંહ જાડેજા, ગૌતમભાઈ સોલંકી, મનસુખભાઈ બરાસરા, ભાજપ યુવા મોરચા ખજાનચી મહેશ સોલંકી, મિશન નવભારત મહામંત્રી લાલુભા ઝાલા, બક્ષીપંચ મોરચા પૂર્વ મંત્રી રાહુલભાઈ પ્રજાપતિ, મહિલા મોરચા પૂર્વ મંત્રી પ્રભાબેન મકવાણા, પૂર્વ ઉપપ્રમુખ મોરબી શહેર ભાજપ મેઘરાજસિંહ ઝાલા, ફોટો એસોસિયન પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડીયા, પીએમ પોષણ કર્મચારી સંઘના મહામંત્રી ચંદ્રકાંતભાઈ વ્યાસ, મંત્રી પ્રણવભાઈ ઠાકર, ઉપપ્રમુખ પોપટભાઈ મિયાત્રા, દેવીકાબેન ભંખોડીયા, શાળાના આચાર્ય મનીષ સનારીયા તથા ઉપસ્થિત રહ્યા હતા.