મોરબી નિવાસી ચિ.શ્રધ્ધા પ્રવિણભાઈ રાચ્છ નું વેવિશાળ પાટડી નિવાસી ચિ.મિહીર પ્રવિણભાઈ ઠક્કર સાથે યોજાયું.
મોરબી ના જલારામ ધામ ખાતે લોહાણા સમાજ ના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે વિનામુલ્યે શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર છેલ્લા ત્રણ સપ્તાહથી દર રવિવારે કાર્યરત છે ત્યારે માત્ર ત્રણ સપ્તાહ માં જ પ્રથમ વેવિશાળ સંસ્થાના સંચાલકો હરીશભાઈ રાજા(કાર્યવાહક પ્રમુખ- શ્રી લોહાણા મહાજન-મોરબી) કાશ્મીરાબેન કારીયા, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ ગોવાણી તથા નરેન્દ્રભાઈ પાઁઉ ના પ્રયત્નોથી યોજાયુ છે.





મોરબી નિવાસી સ્વ.પ્રવિણભાઈ જાદવજીભાઈ રાચ્છ તથા ગં.સ્વ.હર્ષાબેન પ્રવિણભાઈ રાચ્છ ની સુપુત્રી ચિ.શ્રધ્ધા નું વેવિશાળ પાટડી નિવાસી પ્રવિણભાઈ તલખશીભાઈ ઠક્કર તથા શીતલબેન પ્રવિણભાઈ ઠક્કર ના સુપુત્ર ચિ.મિહીર સાથે યોજાયું છે ત્યારે સંસ્થા ના સંચાલકો તથા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, પ્રતાપભાઈ ચગ, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા સહીતનાં મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓએ બંને પરિવાર ને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.
શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોરબી ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે કાર્યરત રહેશે તેમ સંસ્થા ના અગ્રણીઓએ યાદી માં જણાવ્યુ છે.
