મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેકટરશ્રી કે.બી.ઝવેરીના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સબંધિત અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.
આ બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી અને ગામડાઓમાં સપ્રમાણ આંતરિક પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પાણી પૂરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ હતી. ગતિ શકિત ઉપર થયેલ એન્ટ્રીની તથા ગ્રામ્ય પાણી પૂરવઠાની સ્કીમની સમીક્ષા કરાઇ હતી. પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના હેઠળ થયેલી કામગીરીનું મૂલ્યાંકન પણ કરાયુ હતું.





આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રી વાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
