મોરબીમાં માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા ગીતાંજલિ વિદ્યાલય ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા ગીતાંજલિ વિદ્યાલય મોરબી ખાતે જાગૃતિ સેમીનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સમાજમાં મહિલાઓના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે આજના સમયમાં માસિક સ્ત્રાવ(Menstruation) વિષયક ગેરમાન્યતાઓ દૂર કરવાની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હજુપણ અનેક વિસ્તારોમાં માસિક ચક્રને લઈને અંધશ્રદ્ધા, ભેદભાવ અને અયોગ્ય માન્યતાઓ જોવા મળે છે, જેના કારણે કિશોરીઓ અને મહિલાઓમાં માનસિક તણાવ, આરોગ્ય સમસ્યાઓ તથા આત્મવિશ્વાસની ઘટને સામનો કરવો પડે છે. માસિક ચક્ર એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે, બીમારી નહીં વગેરે બાબતોએ માહિતી આપવામાં આવી હતી.

ઉપસ્થિત કિશોરીઓને સ્વચ્છતા, સેનિટરી પેડના યોગ્ય ઉપયોગ, આરોગ્યપ્રદ આહાર અને માનસિક રીતે સકારાત્મક રહેવા અંગે માર્ગદર્શન આપી સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગોકુલનગર UPHC મેડીકલ ઓફિસર ડો. હિમાંશુ રાંકજા, RBSK મેડીકલ ઓફિસર ડો.જીગીશાબેન ઉદસાડિયા, જેન્ડર સ્પેશિયલિસ્ટ રાજદીપભાઈ પરમાર તથા કિશોરીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા મહિલા અને બાળ કચેરીની યાદીમાં જણાવાયું છે.