આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેર ની અંદર ચાલતા નાના અને સામાન્ય ધંધાઓ જેવાકે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારો કે જે મોટે ભાગે માધ્યમ અને નાના ધંધાર્થી ચલાવતા હોય છે. આવા વ્યવસાયો રાત્રિના 11 થી 12 વાગ્યા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે છે અને પોલીસ સ્ટાફ દ્વારા વેપારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી ગેર વર્તણૂક કરવામાં આવે છે.
ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મહાનગરપાલિકા અંતર્ગત વિસ્તારો, નેશનલ હાઈવે, રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન તથા દવાખાઓ અને પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારો પર 24 કલાક વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે જેથી આ વેપારીઓને પણ છૂટ આપવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ વેપારીઓ ને સાથે રાખી ને કરી છે. જો આ વેપારીઓને ન્યાય નહીં મળે તો આંદોલન પણ કરવાની ફરજ પડશે.





