દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે “સનાતન કા રાજા”નું આયોજન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મની પરંપરા મુજબ ઉજવાતા આ ઉત્સવમાં ૧૦ દિવસ સૌ કોઈ ભગવાન શ્રી ગણેશ દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી દર્શનનો લાભ મેળવતા હોય છે.
વિઘ્નહર્તા પાસે દરેક વિધ્ન દૂર થાય અને જીવનમાં કાયમ સુખ-શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરતા હોય છે ત્યારે દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા હિંદુ ધર્મના તહેવારોની પરંપરાનું જતન કરવા માટે પ્રથમ વખત “સનાતન કા રાજા”નું આયોજન કરવામાં આવ્યું છે.





