નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા નવયુગ કા રાજા ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન

શિક્ષણ ક્ષેત્રે જાણીતા એવા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય નવયુગ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે તેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ સવારે તેમજ સાંજે મહાઆરતી તેમજ 56 ભોગ અન્નકૂટ દર્શન ઝાંખી વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ આયોજન કરવામાં આવેલ છે આ દિવ્ય ભક્તિમય વાતાવરણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું જેમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ વિદ્યાર્થી તેમજ સ્ટાફગણ જોડાઈ અને આ દિવ્ય ઉત્સવ નો લાભ લઈ રહ્યા છે

આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી કાંજીયા દ્વારા આવા દિવ્ય અને ભવ્ય આયોજન બદલ વિદ્યાર્થીઓને ખૂબ શુભકામનાઓ તેમજ જીવનની અંદર ભણતરની સાથે ભક્તિમય વાતાવરણ અને ભારતીય સંસ્કૃતિ ની પરંપરા કેળવીને અને તેના જતન માટે આગળ વધે અને સંસ્કૃતિ ને જાળવવા સાથે સાથે શુભ સંસ્કારો નું સિંચન થાય એવા હેતુથી આ દરેક વિદ્યાર્થીઓનું જીવન ધન્ય બને એવી શુભકામનાઓ પાઠવેલ હતી. આયોજન કુલ સાત દિવસ માટે કરવામાં આવેલ છે જેનું વિસર્જન તારીખ 2/9/2025 ના રોજ યોજવામાં આવશે.