મોરબી : વી.જે.સ્કુલ રાજકોટના વિદ્યાર્થીઓએ સીમાન્ટો વિટ્રીફાઇડની મુલાકાત લીધી

મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ડબલ ચાર્જ વિટ્રીફાઇડ બનાવતી સિમાન્ટો વિટ્રીફાઇડ એલ.એલ.પી કંપની ખાતે રાજકોટની વી.જે.મોદી સ્કૂલમાં ધોરણ 11ના CBSE & Integrated CAના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં વી.જે.મોદી સ્કૂલના શિક્ષકોએ બાળકોના પ્રેક્ટીકલ અભ્યાસમાં આ કંપની વિશે બધી જ માહિતીની સમજણ આપવામાં આવી હતી. 97 વિદ્યાર્થીઓને ત્રણ ગ્રુપમાં વહેંચીને સંપૂર્ણ ટાઇલ્સ બનાવવાની આખી પ્રોસેસ વિશે સિમાન્ટો વિટ્રીફાઇડના પ્રોડેકસન સ્ટાફે જાણકારી આપી હતી. તમામ વિદ્યાર્થીઓને દરેક ડિપાર્ટમેન્ટ વિશે બધુ વિગતવાર સમજાવવી અને પ્રેક્ટિકલી બધુ બતાવીને સંપુર્ણ મુલાકાત કરાવવામાં આવી હતી. જે બદલ વી.જે.મોદી સ્કુલના શિક્ષકગણે સિમાન્ટો વિટ્રીફાઇડનો આભાર વ્યક્ત કર્યો હતો.