માળીયા,પાંચમી સપ્ટેમ્બર એટલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ જે નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે જાજાસર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ધોરણ ત્રણ થી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શાળાના આચાર્ય તરીકે બાળા ખુશીબેન દિનેશભાઈ તેમજ શિક્ષક તરીકે શાળાના બાળકો એ વર્ગકાર્ય કરાવ્યું હતું. આ રીતે સમગ્ર દિવસ ખુબ જ ઉત્સાહપૂર્વક પસાર થયો.ઉજવણી બાદ શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા.





