અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન જમાડાયું

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘેરજાના સ્મરણાર્થે હેતલબેન પટેલ દ્વારા શંકર આશ્રમ ખાતે આવેલ શ્રીમા.બા.અનાથાશ્રમ ખાતે વડિલોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

જેમાં હેતલબેન પટેલ દ્વારા શનિવાર તેમજ રવિવારના એમ બે દિવસ સુધી શ્રીમા.બા.અનાથાશ્રમના વડીલોને 7થી વધુ જાતની મીઠાઈ, ખમણ, ગુંદી-ગાઠીયા, દાળ-ભાત, રોટલા-રોટલી, ભજીયા, ચટણી, મરચા, શાક એમ 16 થી વધુ જાતની વાનગીઓ જમાડી સહુ વડીલોના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી 20/01/2026ના રોજ એક ભવ્ય ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન થનાર છે. જેમાં માતા-પિતા વિનાની તથા જરૂરિયાતમંદ પરિવારની 51 દિકરીઓના સમૂહલગ્ન માટે હાલ હેતલબેન પટેલ સહિત તેમના ગ્રુપના સભ્યો મહેનત કરી રહ્યા છે. સાથે-સાથે અનેક સેવાના કાર્યો પણ કરી રહ્યા છે.