ટંકારા તાલુકાના હડમતિયા મુકામે પાલણપીર ની મેડીએ ત્રિદિવસીય મેળામાં રાજ્ય સભાના સાંસદ શ્રી કેસરીદેવ સિંહજી ઉપસ્થિત રહ્યાં હતાં. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી સાથે ટંકારા પડધરીનાં ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી જિલ્લા ભાજપ અજા મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, રણછોડભાઈ મકવાણા, મોરબી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા સહિતનાં મહાનુભાવોનું પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું.
મંદિરનાં ટ્રસ્ટી દેશા આપા ગર નું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.પાલણપીરનાં મંદિર પ્રાંગણ માં સન્માન સભા દરમિયાન પધારેલ આગેવાનોએ મંદિર વિકાસ માટે તન, મન, ધનથી મદદરૂપ થવાં વચનબદ્ધ થયાં છે.પાલણપીર સેવા સમિતિ વતી અર્જુનભાઈ ચૌહાણ, નાગજીભાઈ ચૌહાણ, ચંપાબેન મારૂ સહિતનાં પ્રતિનિધિઓએ આભાર વ્યક્ત કર્યો હતો.





