મોરબી : નવયુગ કોલેજમાં 56માં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબીની નામાંકિત નવયુગ કોલેજમાં તારીખ 24 સપ્ટેમ્બર 2025ના રોજ 56માં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિવસની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લાની તમામ કોલેજોના NSS એકમોના સંકલનથી કરવામાં આવી.

વિવિધ વક્તાઓએ NSS દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ, રાષ્ટ્રીય એકતા અને સેવા ભાવના વિકસાવવાના હેતુ પર પ્રકાશ પાડ્યો. NSS દ્વારા થયેલી વિવિધ પ્રવૃત્તિઓ, સામાજિક કાર્યો અને યુવાનોના સર્વાંગી વિકાસ વિષે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક રજૂઆતો રહી. મોરબી જિલ્લાના દરેક NSS એકમ તરફથી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિ ગીતો, નાટિકાઓ, લોકનૃત્યો અને નાનાં નાટ્યપ્રયોગો સામેલ હતા જેમાં સમાજસેવા, પર્યાવરણ, શિક્ષણ અને રાષ્ટ્રપ્રેમ જેવા વિષયોનો જીવંત પ્રદર્શન કર્યો.

સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સ્વરુચિ ભોજન સમારંભ રાખવામાં આવ્યો, જેમાં તમામ મહેમાનો, પ્રિન્સિપાલશ્રીઓ, પ્રોગ્રામ ઓફિસરો અને NSS વોલન્ટિયર્સે સહભાગ લીધો.

કાર્યક્રમનું સફળ સંચાલન નવયુગ કોલેજના NSS એકમ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતે જણાવવાનું કે NSS દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, નેતૃત્વ ક્ષમતા તથા સેવા ભાવનાને પ્રોત્સાહન મળ્યું અને સમગ્ર કાર્યક્રમ અત્યંત પ્રેરણાદાયી તથા સફળ રહ્યો.

આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે મોરબી જિલ્લાના DDO J.S. PRAJAPTI પ્રજાપતિ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના NSS કોઓર્ડિનેટર ડોબરીયા , મોરબીના જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાણિજ્ય વિભાગના ડીન ગરમોરા , મોરબી ડિસ્ટ્રિક્ટ NSS કોઓર્ડિનેટર ડો. મયુરભાઇ જાની તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. એ ઉપરાંત મોરબી જિલ્લામાં આવેલી વિવિધ કોલેજોના પ્રિન્સિપાલઓ તથા NSS પ્રોગ્રામ ઓફિસરો પણ આ અવસરે હાજરી આપી હતી.