શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી કલીનીક દ્વારા સાદુળકા ખાતે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો

“શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી, દ્વારા સંચાલીત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક , મોરબી દ્વારા નવા સાદુળકા ખાતે, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. મફત આરોગ્ય કેમ્પમાં કુલ ૩૫ દર્દીઓને આરોગ્યલાભ મળ્યો.

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.મોહિત ડાંગર અને ડૉ. અવની કાંજીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું. દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા.વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર દ્વારા લોકોને ફિઝિયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવી.આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્ય લાભ મળ્યો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ.

શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી.”