સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા ખાતે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગ દરમ્યાન વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. શિક્ષકમંડળે એકમ કસોટી–1 તથા સામયિક કસોટીના પરિણામોની વિગતવાર સમીક્ષા કરી અને વિદ્યાર્થીઓની પ્રગતિ અંગે વાલીઓને માહિતગાર કર્યા.
સાથે જ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને અન્ય અનાવશ્યક પ્રવૃત્તિઓથી કેવી રીતે દૂર રાખી શકાય તે મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચા કરવામાં આવી જેમાં જંક ફૂડના સેવનથી થતા નુકસાન વિશે જણાવવામાં આવ્યું અને પોષણયુક્ત આહાર લેવાની સલાહ આપવામાં આવી.





અંતે શાળાના પ્રિન્સિપાલએ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષક–વાલી–વિદ્યાર્થી ત્રિપુટીના સહકારથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
