સેવાકીય કાર્યો થકી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજીયા

મોરબી : મોરબીના નામાંકિત અને તમામ શૈક્ષણિક સંકુલોમાં અવ્વલ તેમજ બોર્ડ અને યુની.ની પરીક્ષાઓમાં નંબર વન રહેતા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રીમો પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયા (પી.ડી.કાંજીયા) સાહેબનો આજે જન્મદિવસનો સોનેરી અવસર છે. નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ કાંજીયા સર શિક્ષણ વિદ હોવાની સાથે સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, ધર્મભકિત સ્વરૂપે કંઈકને કંઈક સેવાકિય પ્રવૃતિઓ કરતા રહેતા હોય છે. તેમજ દર વર્ષે નવીન પરંપરા અનુસાર પોતાના જન્મદિવસની ઉજવણી કરવાની નેમને આગળ ધપાવી આ વખતે પણ તેઓએ વિવિધ સેવાકીય કાર્યો કરીને પોતાના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી છે.

‘ યત્ર નાર્યેસ્તુ પુજયન્તે રમન્તે તત્ર દેવતાઃ

ઉપરોકત પંકિતને સાર્થક કરતા તેમના જન્મ દિવસ નિમિતે બાલઆશ્રમની બાળાઓને બે વખત દત્તક લઈ તેમનો શિક્ષણનો ખર્ચ, કપડા, પુસ્તકનો તમામ ખર્ચ સરે આપ્યો જેમા તે દિકરીઓ નાની હતી તે મોટી થઈ ત્યાં સુધીનો ખર્ચ તેમને આપ્યો, આજે તેમના લગ્ન થઈ ગયા છે અને સાસરે છે. એક વખત કાંજીયાસરે તેમના જન્મદિવસની ઉજવણી વૃધ્ધાશ્રમ, બાલાશ્રમના પરિવાર સાથે નવયુગના કેમ્પસમાં તેમને ગરબા રમાડી, જમાડી, ગીફટ આપી કરેલ, આ તેમની કરૂણા, લાગણી તેમના વ્યકિતત્વમાં દેખાઈ આવે છે.

આજથી 10 વર્ષ પહેલા જયારે સ્વચ્છ ભારત અભિયાન ચાલતું હતું ત્યારે કાંજીયાસરે તેમના જન્મદિવસે GIDC થી ચિત્રકુટ ચોક, નવયુગ વિદ્યાલય સુધીનો વિસ્તાર તેમજ નવયુગ કરીઅર અકેડમી રવાપર વિસ્તાર સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો તે આજ સુધી અવીરત પણે હજુ ચાલુ છે. તે એવું સમજે છે કે સ્વચ્છ ભારત ત્યારે જ થશે જયારે સૌ પોતાના વિસ્તાર સ્વચ્છ રાખવાનું શરૂ કરે.

सर्वे भवन्तु सुखिनाः सर्वे सन्तु निरामयाः ।

सर्वे भद्राणी पश्यन्तु, मा कश्चिदुःखभाग्भवेत् ।।

આમ સમાજસેવા, રાષ્ટ્રસેવા કરવાની સાથે નવયુગ સાથે જોડાયેલા ઓફિસ સ્ટાફ જે ઉંમરલાયક છે તેમના હેલ્થને ધ્યાનમાં રાખી રાજકોટની મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ફુલ બોડી ચેકઅપ કરાવેલ આજે તા.10-10-25 ને શુક્રવારે આ વખતના જન્મદિવસમાં તેમને નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના 350 જેટલા સ્ટાફ મિત્રો તંદુરસ્ત રહે તેવો સંકલ્પ કરતા ફુલ બોડી ચેક દરેકનું થાય તેમને બોડી ચેક થયા બાદ રીપોર્ટ મળે, તંદુરસ્ત રહે તેવું યશસ્વી કાર્ય, પ્રશંસનિય, સરાહનીય કાર્ય કર્યું, આવું તો અનેક વખત સ્ટાફના જીવન વિકાસ માટે સેમિનાર કરેલ, તેમને સરકારી નોકરી મળે એવા પ્રયત્નો કરે છે. વખતોવખત જમણવારની પાર્ટી આપે, તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દિવાળીએ ડ્રાયફુટ/મીઠાઈ અને બોનસ આપે છે, ત્યારે સ્ટાફ પરિવાર પોતાને સદભાગી ગણી કાંજીયાસરને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

સાથો સાથ, કાંજીયાસર આવી વિચારધારા ધરાવતા હોય ત્યારે તેમના ધર્મપત્ની નવયુગ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન કાંજીયાએ પોતાના જન્મદિવસે લીધેલ સંકલ્પ કે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના ઓફિસ સ્ટાફ, શિક્ષક/પ્રોફેસર સ્ટાફ ફરવા જતા હોય પણ બિનશૈક્ષણિક સ્ટાફ, વર્ગ ચારના 85 જેટલા કર્મચારીઓને રજા વેકેશનમાં યાત્રામાં જઈ શકે તેવું કંઈક કરીએ, તેવી મનોભાવનાથી પહેલા બે વાર હરીદ્વાર, દ્વારકા જેવી યાત્રા કરાવેલ અને આ વર્ષ દરેકને તીર્થધામની 12 દિવસની તમામ ખર્ચ સાથેની યાત્રા કરાવેલ, તે સ્ટાફમિત્રોને તેમના જીવનમાં આ એક અમુલ્ય ભેટ શ્રીમતી રંજનબેન પી.કાંજીયાએ આપી તે બદલ તમામ સ્ટાફ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરે છે.

આવું તો અનેક જે આ યાદીમાં વર્ણવી શકયા ન હોય તેવી પ્રવૃતી છે. લીસ્ટ બનાવવા બેસાય નહિ. નહિતર તો ઘણું લાંબુ લીસ્ટ થાય અને આમ આપેલ દાનની જાણ આપણા ડાબા હાથને પણ ન થવી જોઈએ કે ન વર્ણવવાનું હોય. કાંજીયાસર આ વાત જાહેર કરવાની ના પાડતા હોય છે. પણ અમને એમ થાય છે કે કાંજીયાસર અને રંજનબેનના આવા કાર્યની જાણ અન્ય માટે પ્રેરણારૂપ બની રહે તે માટે કહેવું જરૂરી છે.