એક જાગૃત નાગરિકનો મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ જેમાં જાગૃત નાગરિકે જણાવેલ એક સોળ વર્ષની દીકરી મળી આવેલ હોવાથી દીકરીની મદદ માટે 181 મા કોલ કરી ને મદદ માંગેલ
જેમાં 181 મહિલા હેલ્પલાઇન મા જાગૃત નાગરિકનો કોલ આવતાની સાથે 181 ટીમ મદદ માટે રવાના થયેલ જેમાં કાઉન્સિલર બીનાબેન ગોહિલ, કોન્સ્ટેબલ ભુવનેશ્વરી બેન,પાયલોટ દીપક ભાઈ સ્થળ પર પહોંચેલ સ્થળ પર પહોંચી જાગૃત નાગરિકનું કાઉન્સિલગ કરેલ જેમાં જાગૃત નાગરિકે જણાવેલ આ દીકરી ગઈકાલે નજીકની દુકાને પાણીની બોટલ લેવા માટે આવેલ ને કાલની આ બાજુ અવાવરૂ જગ્યામા સૂતી હોય જેમાં દીકરી સાથે કોઈ બનાવ ના બને એ માટે દીકરી ની મદદ માટે કોલ કરી ને મદદ માંગેલ






જેમાં 181 ટીમ સ્થળ પર પહોંચેલ જેમાં સગીરા ચાદર ઓઢી ને સૂતી હોય જેમાં 181 ટીમ એ સગીરા ને જગાડેલ અને સગીરાનું કાઉન્સેલિંગ કરેલ જેમાં સગીરાએ જણાવેલ કે તે રિક્ષામા અહી દવા લેવા માટે આવેલ તેમજ તેના પરિવાર મા કોઈ નથી તેમ જણાવેલ જેમાં સગીરાને 181 વાન મા બેસાડેલા ને રાજકોટ ના વિસ્તારના નામ કહેલ જેમાં સગીરાએ જણાવેલ કે તે કોઠારીયા વિસ્તારમાં રહે છે જેથી સગીરા ત્યાં લઇને તેમના ઘરે ગયેલ જેમાં આજુ બાજુના વ્યક્તિઓએ જણાવેલ સગીરા અહી રહે છે જેમાં સગીરાના નાનીમા ને સગીરાના મમ્મી આવેલ તેમણે જણાવેલ આ તેમની દીકરી છે સગીરાના નાની એ જણાવેલ સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોય માટે તે અવાર – નવાર ઘરે થી નીકળી જાય છે સગીરા ના નાની મા એ જણાવેલ તેમણે સગીરાની આજુબાજુના વિસ્તાર માં શોધ ખોળ કરેલ પણ સગીરા મળેલ નહિ. સગીરાના નાની મા એ જણાવેલ સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોય તે માટેની સારવાર ચાલુ હોય પરંતુ સારવાર બરાબર લેતાં ના હોય માટે ટીમ દ્વારા સગીરાને સારવાર સમયસર લેવા માટે જણાવેલ.સગીરાના નાની મા તથા માતાને સમજાવેલ કે સગીરાને ઘરની બહાર એકલા ના જવા દે..જેમાં સગીરા ના નાની મા તથા મમ્મી એ ટીમ ને ખાતરી આપેલ કે હવે સગીરાનું ધ્યાન રાખશે અને સારવાર સમયસર અપાવી સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરશે આમ સગીરાના માતા અને નાનીએ અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરેલ.
