મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિતેશ બાવરવાને પત્ર લખીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવાએ પત્ર લખીને વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિતેશ બાવરવાને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિતેશ બાવરવાને પત્ર લખીને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જન્મદિવસ નિમિત્તે મળેલી શુભકામનાઓ બદલ આપનો અંત:કરણથી આભાર. આપના પ્રેમાળ શબ્દોએ મને રાષ્ટ્ર સેવા માટે નિરંતર સમર્પિત રહેવાની ઊર્જા આપી છે. લોકભાગીદારી વડે ગમે એટલું મોટું લક્ષ્ય હાંસલ કરી શકાય છે અને તાજેતરના વર્ષોમાં આપણે એ સાબિત કરી બતાવ્યું છે. કરોડો દેશવાસીઓના સામર્થ્ય વડે દેશ ૨૦૪૭સુધીમાં વિકસિત ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહ્યો છે. આ સંકલ્પની સિદ્ધિમાં તમામ દેશવાસીઓનો પ્રયાસ બહુમુલ્ય છે.

વધુમાં પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા. એક પેડ મા કે નામ. ટીબી મુક્ત ભારત. મિલેટ્સ- શ્રીઅન્નનો મહત્તમ ઉપયોગ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર જેવા અનેક અભિયાનોમાં આપની ભાગીદારી અને નિરંતર સહકાર જ એક સશક્ત રાષ્ટ્રના નિર્માણના પ્રયાસોને નવી ગતિ પ્રદાન કરે છે. તહેવારોની શરુઆત થઇ ચુકી છે. આ દરમિયાન જીએસટીના દરમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે અને એનો સીધો ફાયદો તમારા સૌ સુધી પહોંચશે. મારી આપને વિનંતી છે કે તહેવારોમાં અથવા અન્ય દિવસોમાં તમે જયારે પણ ખરીદી કરો ત્યારે સ્વદેશીનો મંત્ર જરૂર યાદ રાખો અને આપણા સ્થાનિક ઉત્પાદકોના હાથ મજબૂત કરો. સ્વદેશીની રાહ પર ચાલીને જ આત્મનિર્ભર ભારતનો આપનો સંકલ્પ પૂરો થશે. ફરી એકવાર શુભેચ્છાઓ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપની તંદુરસ્તી અને સુખદ ભવિષ્યની શુભકામના સહિત.