મોરબી : ભારે વાહનોને સનાળા તથા રવાપર ગામથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ અવર-જવર કરવા પર પ્રતિબંધ

મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણી અન્વયે ભારે વાહનોને સનાળા તથા રવાપર ગામથી ઘુનડા ગામજડેશ્વર મંદિર તરફ અવર-જવર કરવા પર પ્રતિબંધ

મોરબીમાં આગામી ૦૧/૧૧/૨૦૨૫ થી ૦૭/૧૧/૨૦૨૫ સુધી રવાપર ઘુનડા રોડ, પાણીના ટાંકા સામે, મુ. વિરપર, તા. ટંકારા, જિ-મોરબી ખાતે પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮ મી જન્મ જયંતીની ઉજવણી અન્વયે ધાર્મિક મહોત્સવ સભા યોજાવાની છે. જ્યાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં બહારગામ થી દરરોજના હજારોની સંખ્યામાં લોકો ભાગ લેશે. આ રોડ પર વધુ ભીડભાડ રહેવાની હોવાથી કાર્યક્રમ સ્થળ પાસેથી સનાળા તથા રવાપર ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર અવર જવાનો રોડ નીકળતો હોવાથી આ કાર્યક્રમમાં બહારથી મોટી સંખ્યામાં નાના મોટા વાહનોથી બાળકો તથા અનુયાયીઓ આવવાના હોય અને ઉપરોક્ત રોડ પર ભારે વાહનોની અવર વધુ પ્રમાણમાં રહેતી હોવાથી મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સનાળા તથા રવાપર ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ અવર-જવર કરવા વિવિધ રૂટ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામા અનુસાર સનાળા ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતો ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. રવાપર ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી રવાપર ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી સનાળા ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વીરપર ગામના કાચા રસ્તેથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વીરપર ગામના કાચા રસ્તે થી રવાપર ગામ સનાળા ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં.

વૈકલ્પિક માર્ગ: સનાળા ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો લજાઈ ચોકડી હડમતીયા ગામ થી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. રવાપર ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો ઘુનડા ચોકડી થી રાજપર ચોકડી લજાઇ ચોકડી હળમતીયા ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ જઈ શકશે.

ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી સનાળા ગામ તરફ આવતા વાહનો હડમતીયા ગામ લજાઈ ચોકડી થી સનાળા ગામ તરફ જઈ શકશે. વીરપર ગામના કાચા રસ્તા તરફથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો લજાઇ ચોકડી હડમતીયા ગામથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. વીરપર ગામના કાચા રસ્તા તરફથી રવાપર ગામ સનાળા ગામ તરફ આવતા વાહનો રાજપર ચોકડીથી રવાપર ગામ સનાળા ગામ તરફ જઈ શકશે.

આ જાહેરનામુ ૦૧/૧૧/૨૦૨૫ થી ૦૭/૧૧/૨૦૨૫ (સવારે ૦૮:૩૦ કલાકથી રાત્રિના ૧૦:૩૦ કલાક) સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાની જોગવાઈઓની અમલવારી માંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના વાહનો, સબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ/કોલેજના વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહનો, આવશ્યક ચીજવસ્તુ સાથે સંકળાયેલ તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવે છે.