ગુજરાતી નવા વર્ષના પાવન પ્રસંગે આરોગ્ય આશીર્વાદના હેતુસર પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ વધે તે ઉદ્દેશથી જાણીતા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ફ્રી તપાસ તેમજ જરૂરી દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.
આ કેમ્પનું ઉદ્ઘાટન મોરબી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ તથા સિરામિક એસોસિએશનનાં પ્રમુખો દ્વારા દીપ પ્રગટ કરી શરૂ કરશે. એસોસિએશન દ્વારા સૌ નાગરિકોને આ આરોગ્યલક્ષી સેવા નો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
કેમ્પની તારીખ 09 નવેમ્બર 2025, રવિવાર, સમય સવારે 10:00 થી બપોરે 12:00 સુધી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે યોજાનાર છે.
આ કેમ્પમાં સેવા આપનાર નિષ્ણાંત ડોક્ટરોમાં ડૉ. મેહુલ પનારા આંખના નિષ્ણાંત, વિઝન આંખ હોસ્પિટલ, ડૉ. ધીરેન પટેલ દાંતના નિષ્ણાંત, શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર, ડૉ. ભૌમિક સરડવા મેડિસિન નિષ્ણાત, એથિક્સ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ડૉ. યશ કડીવાર ઓર્થોપેડિક નિષ્ણાંત, વેલકેર ઓર્થો હોસ્પિટલ, ડૉ. પાયલ ફળદુ સ્ત્રી તથા પ્રસૂતિ રોગ નિષ્ણાંત, દેવકી હોસ્પિટલ, ડૉ. જિજ્ઞાસા પનારા ત્વચા નિષ્ણાત, વિઝન સ્કીન ક્લિનિક, ડૉ. ઋષિ વાંસદડિયા જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન, સ્ટાર સર્જિકલ એન્ડ ઈમેજિંગ સેન્ટરનો સમાવેશ થાય છે.






