હળવદમાં બનાવટી રેકર્ડ ઉભું કરી કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામની જમીન પચાવી પાડનારા 9 સામે ફરિયાદ નોંધાઈ, ખોટા બનાવટી સિક્કા સહી કરી દસ્તાવેજ ઊભા કરી કરોડો રૂપિયાની જમીન હડપ કરી જવાનું કારસ્તાન ઝડપાયુ
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરી ભવાની ગામના રેવન્યુ રેકોર્ડમાં ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઊભું કરી 137 એકર સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ મથકે ૯ સામે હળવદ મામલતદારએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાતા હળવદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર ભટ્ટ (ઉ.વ.૫૫) એ આરોપી રમેશભાઇ બબાભાઇ કોળી, રહે-કોયબા તા.હળવદ, છગનભાઈ નાગજીભાઈ ધારીયાપરમાર બીજલભાઈ અમરશીભાઈ કોળી,દલાભાઈ રણછોડભાઈ ડાભી ,દિનેશભાઈ હમીરભાઈ વનાણી, રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ, જશુબેન બાબુભાઈ ધરમશીભાઈ કોળી, મંજુબેન રત્નાભાઈ કોળી , વનાણી હમીરભાઈ વજુભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યુ છે કે આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકડૅ ચાલતી સરકારની અલગ-અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભુ કરી સરકારની જમીનો પચાવી પાડવાનું આયોજનબધ્ધ કાવતરૂ રચી અલગ-અલગ સરકારની કચેરીના હોદ્દાવાળા બનાવટી ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પોતાના કબજામા રાખી જે તે સમયના સક્ષમ સતાધિકારીઓની ખોટી સહીઓ તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ-અલગ સર્વે નંબરની સરકારી જમીનોની સરકારી કચેરીમા નોંધ પડાવી પોતાના નામે કરી/કરાવી લીધી હોવાથી આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૧૨૦(બી), ૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ચાર આરોપી છગનભાઈ નાનજીભાઈ પરમાર, માવજીભાઈ ડાભાભાઈ રાઠોડ, હમીરભાઇ રાજુભાઈ વનાણી, દિનેશ હમીરભાઇ વરાણી સહિત નાની ધરપકડ કરી છે તેમજ પાંચ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે આવડા મોટા કૌભાંડમાં હજુ સુધી કોઈ સરકારી કર્મચારીની સંડવણી સામે આવી નથી ત્યારે ક્યાંક ને ક્યાંક આ મેટર સરકારી તંત્ર દ્વારા દબાવવાના પ્રયત્ન થતા હોય તેવી પણ ચર્ચાઓ જાગી છે અને ક્યાંકને ક્યાંક સરકારી અધિકારી વગર અથવા તો કર્મચારી વગર આવડું મોટું કૌભાંડ શક્ય નથી તે પણ શંકાઓ






