મોરબીના સિરામિક સહિતના વિવિધ એસોસિએશન દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરાયું

મોરબી : કમલમ કર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોરબી પધારેલા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું મોરબીના સિરામિક સહિતના વિવિધ એસોસિએશન દ્વારા પુષ્પ વર્ષાથી સ્વાગત ક૨વામાં આવ્યું હતું.

જેમાં મોરબી સિરામિક પરિવાર, મોરબી બિલ્ડર એસોસિએશન, મોરબી પેકેજીંગ એસોસિએશન, પેપરમિલ એસોસિએશન, મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન, મોરબી સિરામિક મિનરલ પરિવાર, મોરબી લેમિનેટસ્ પરિવાર, વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ, પોલિપેક એસોસિએશન વગેરે એસોસિએશન દ્વારા પુષ્પવર્ષા ક૨ી અમિતભાઈ શાહનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.